Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષના અંતર પર એક નવા એક્સોપ્લેનેટની શોધ કરી હોવાની માહિતી

નવી દિલ્હી:  વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 90 પ્રકાશ વર્ષનાં અંતર પર એક નવા એક્સોપ્લેનેટ (exoplanet)ની શોધ કરી છે. અદ્ભૂત ગ્રહને જોયા બાદ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે તેના પર ઘરતીની જેમ પાણીનાં વાદળ મળી શકે છે. એક્સોપ્લેનેટ આપણા નભ મંડળની બહારનો ગ્રહ છે. TOI-1231 b નામનો ગ્રહ 24 દિવસમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. ગ્રહ આપણા સૂર્યની પરિક્રમા નથી કરતો બલકે એક લાલ અથલા તો એમ ટાઈપનાં લઘુ તારાની પરિક્રમા કરે છે. તારાને LNTT 24399 (NLTT 24399) માનથી ઓળખવામાં આવે છે. તારો સૂર્યછી ઘણો નાનો અને ધીમો પણ છે. ગ્રહની શોધ પર વિસ્તૃત અધ્યયન પણ કરવામાં આવી રહ્યું છે જેને એસ્ટ્રોનોમિકલ જર્નલનાં અંકમાં પ્રકાશિત કરવાની યોજના પણ છે. પ્રોજેક્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડાયના ડ્રૈગોમિરનાં જણાવ્યા પ્રમાણે TOI-1231 b પૃથ્વીની તુલનામાં સૂર્યનાં મુકાબલે પોતાના તારાથી આઠ ગણો નજીકમાં છે. જો કે તેનું તાપમાન પૃથ્વી જેવું છે. ઓછી ચમક અને ઠંડા તારાને લઈ આઠ ગણા નજીક હોવા છતા ગ્રહનું તાપમાન નથી વધી રહ્યું

(5:57 pm IST)