Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

છેલ્લા 20 વર્ષમાં પ્રથમવાર દુનિયામાં બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું હોવાનો અહેવાલ

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન સંસ્થાઓ - યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુક્ત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે ૨૦ વર્ષમાં પ્રથમ વખત દુનિયામાં બાળમજૂરીનું પ્રમાણ વધ્યું છે. મહામારીના કારણે આફ્રિકન-એશિયન દેશોના ગરીબ પરિવારોના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી બાળમજૂરોની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. દર ૧૦માંથી એક બાળક મજૂરી કરી રહ્યો છે. યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને એક સંયુક્ત અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો થયો હતો કે કોરોના મહામારીના કારણે દુનિયાભરના દેશોમાં લોકડાઉન થયું હતું. બીજા વર્ષે પણ લોકડાઉન કરવું પડયું હોવાથી અસંખ્ય પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા છે. એવા પરિવારના બાળકો મજૂરીમાં ધકેલાયા હોવાથી ૨૦ વર્ષમાં પ્રથમ વખત બાળમજૂરોની સંખ્યા વધી ગઈ છે. યુએન સંલગ્ન સંસ્થાઓએ કહ્યું હતું કે દુનિયામાં સરેરાશ ૧૦માંથી એક બાળક મજૂરી કરે છે. દુનિયામાં અંદાજે ૧૬થી ૨૦ કરોડ બાળમજૂરો અસ્તિત્વમાં છે અને એમાંથી સૌથી વધુ બાળમજૂરો ખેતી ક્ષેત્રમાં કાર્યરત છે. ખાસ તો આફ્રિકન દેશોમાં સૌથી વધુ બાળમજૂરો કામ કરી રહ્યા છે. તે પછી એશિયન દેશોનો સમાવેશ થાય છે. આફ્રિકન દેશોના પાંચથી ૧૪ વર્ષના ૫૦ ટકા બાળકો મજૂરી કરી રહ્યા છે.

(6:07 pm IST)