Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આફ્રિકન દેશોમાં જોવા મળતી મોંઘવારીથી લોકો હાહાકાર મચાવી ઉઠ્યા

નવી દિલ્હી  : ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીને કારણે સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેની સ્થિતિ એવી છે કે અહીંના લોકોને તેમના પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, યુક્રેન-રશિયા યુદ્ધની શરૂઆતથી ઝિમ્બાબ્વેનો ફુગાવો વધીને 130 ટકાથી વધુ થયો છે. દેશમાં મોંઘવારીનું આ ઐતિહાસિક સ્તર છે. દરમિયાન, દેશમાં ઇન્ટરનેટ પર એક અફવા ફેલાઈ કે ઝિમ્બાબ્વેમાં લોકો રોકડ માટે તેમના અંગૂઠા વેચી રહ્યા છે. આ ખોટો અહેવાલ એટલો ફેલાઈ ગયો કે દેશના માહિતી મંત્રાલયના મંત્રી દયા પરડજાએ તપાસના આદેશ આપ્યા. તપાસ બાદ આ અફવાને ફગાવી દેવામાં આવી છે. ઝિમ્બાબ્વેના રાજ્ય મીડિયા અનુસાર, સ્થાનિક પોલીસે આ અફવા ફેલાવવા બદલ એક શેરી વિક્રેતાની ધરપકડ કરી છે. જો કે, એ વાત સાચી છે કે ઝિમ્બાબ્વેના લોકો માટે મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, યુક્રેન-રશિયા યુદ્ધની શરૂઆતથી ઝિમ્બાબ્વેનો ફુગાવાનો દર 66 ટકાથી વધીને 130 ટકાથી વધુ થયો છે.

 

(6:57 pm IST)