Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમેરિકા જતા પ્રવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી: અમેરિકા જતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમની ફલાઈટમાં સવાર માટે કોરોના ટેસ્ટની જરૂર નહી પડે. કોરોના સંક્રમણ ઘટતા સીએસડીએસ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીએસડીએસ) એ નકકી કર્યું છે કે હવે તેની (કોરોના નેગેટીવ રિપોર્ટ) જરૂર નથી. એજન્સી દર 90 દિવસે પરીક્ષણની આવશ્યકતાનું પુન: મૂલ્યાંકન કરશે અને કોઈ ખલેલ પહોંચાડે તેવું નવું સંસ્કરણ બહાર આવે તો તેને હટાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને અમેરિકાએ યાત્રીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી જેને પગલે ગયા વર્ષે કોરોના ટેસ્ટ જરૂરી બનાવ્યો હતો, જે હવે નીકળી ગયો છે.

 

(6:57 pm IST)