Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

દરિયામાં પડી રહેલ ભંગાર જહાજોમાંથી મળી આવ્યું 17 અબજ ડોલરનું સોનુ

નવી દિલ્હી: આપણે આજ દિન સુધી સોનાની ખાણ વિશે જ સાંભળ્યું હતુ પરંતુ હવે સોનાનો ભંડાર સમુદ્રમાંથી મળી આવે છે અને આ વખતે તો સમુદ્ર પડી રહેલ ભંગારમાંથી અબજો ડોલરનું સોનું મળી આવ્યું છે. 17 બિલિયન ડોલરની કિંમતનું સોનું બે ક્રૂઝમાંથી મળી આવ્યું છે, જે તાજેતરમાં પ્રખ્યાત સનકન સેન જોસ ગેલિયનના ભંગાર પાસેથી મળી આવ્યા હતા. 1708માં બ્રિટિશ આર્મી દ્વારા 62-બંદૂકની સૈન જોસ ડૂબી ગઈ હતી. તે વર્ષ 2015માં મળી આવ્યું હતું અને સ્પેનિશ સરકારે એક નવું ફૂટેજ જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ જહાજના ભંગારમાંથી સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી આવી છે. રિમોટ-કંટ્રોલ વાહન વડે રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં મુખ્ય યુદ્ધ જહાજના ભંગાર પાસે એક યાટ અને જહાજ દેખાઈ રહ્યું છે. આ બંને જહાજો 200 વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં આ વાત જણાવી છે. રિમોટથી ઓપરેટ થનારી પાણીની અંદરના વાહનને દેશના કેરેબિયન કિનારેથી 3,100 ફૂટ નીચે મોકલવામાં આવ્યું હતું. વાદળી અને લીલા ફોટોમાં સોનાના સિક્કા, વાસણો અને સંપૂર્ણ સ્થિતિમાં પ્રોક્લેનના કપ સમુદ્રના તળિયે પથરાયેલા જોવા મળી રહ્યાં છે. ઘણી સદીઓથી સમુદ્રની નીચે હોવા છતાં જહાજના અનેક ભાગ યથાસ્થિતિમાં દેખાય છે. આ સિવાય નજીકમાં એક તોપ પણ જોવા મળી છે. આ સિવાય અનેક માટીના વાસણો પણ નજરે ચઢી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે નેવી અને સરકારના પુરાતત્વ વિભાગ મૂળ સ્થાન વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રમુખ ઇવાન ડ્યુકે કહ્યું, "અમારો પ્રયાસ તેને બહાર કાઢવાનો છે અને ભવિષ્યના સંશોધન માટે ઉપયોગમાં લેવાનો છે." એક રીતે, અમે આ ખજાનાનું રક્ષણ કરી રહ્યાં છીએ."

 

(6:59 pm IST)