Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

લેબનાનમાં સર્જાયો વીજ સંકટ

નવી દિલ્હી: લેબનોનમાં ઉદ્દભવતા એક મોટા વીજ સંકટમાં દેશના બે મોટા પાવર સ્ટેશન ઇંધણની અછતને કારણે બંધ થયા બાદ દેશમાં કેન્દ્રીય રીતે વીજળી ઉત્પન્ન થતી નથી એમ એક સરકારી અધિકારીએ શનિવારના રોજ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું. અધિકારીએ ન્યૂઝ એજન્સીને વધુમાં જણાવ્યું હતું કે, વીજળીની અછત થોડા દિવસો અથવા ઓછામાં ઓછા આગામી સોમવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર હાલ દેશ "સંપૂર્ણ અંધકાર" માં ડૂબી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "લેબનીઝ પાવર નેટવર્ક આજે બપોરથી સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દીધું છે, અને તે આગામી સોમવાર સુધી અથવા કેટલાક દિવસો સુધી કામ કરે તેવી શક્યતા નથી." અધિકારીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, લેબનીઝ સરકાર અસ્થાયી રૂપે પાવર પ્લાન્ટ્સ ચલાવવા માટે સેનાના ફ્યુઅલ ઓઇલ રિઝર્વનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, પરંતુ તે પણ ટૂંક સમયમાં શક્ય નથી. ઈંધણની અછત વચ્ચે શુક્રવારના રોજ દેયર અમ્માર પ્લાન્ટ બંધ થયા બાદ ઝહરાની પાવર સ્ટેશન પર થર્મોઈલેક્ટ્રિક પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. ઘણા લેબનીઝ સામાન્ય રીતે ડીઝલ પર ચાલતા ખાનગી જનરેટર પર આધાર રાખે છે, જો કે તે ઓછો પુરવઠો છે. લેબેનોન આર્થિક કટોકટીથી લકવાગ્રસ્ત થઈ ગયું છે, જે આયાત કરેલા ઇંધણનો પુરવઠો ખતમ થઇ ગયો છે. લેબેનીઝ કરન્સી 2019થી 90 ટકા સુધી ડૂબી ગઈ છે.

(5:41 pm IST)