Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ અનોખા વૃક્ષને બ્લ્ડવુડ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ અનોખા વૃક્ષને લોકો બ્લડવૂડ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પણ કિઆટ, મુકવા, મુનિંગા સહિતના ઘણા બધા નામોથી આ વૃક્ષ ઓળખાઇ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ સેરોકારપસ એંગોલેનસિસ છે. આ અનોખું વૃક્ષ મોજામ્બિક, નામીબિયા, તાંજાનિયા અને જિમ્બાબવે જેવા દેશોમાં જોવા મળે છે.

    એવું નથી કે આ વૃક્ષને માત્ર કાપવાથી જ લોહી નિકળે છે, પરંતુ જો તેની ડાળ તૂટી જદાય તો પણ તે જગ્યાએથી લાલ કલરનું પ્રવાહી ટપકવા લાગે છે. આ એક ઘાટો લાલ રંગનો પ્રવાહી પદાર્થ હોય છે, જે પહેલી નજરે જોતા લોહી જ લાગે. આ વૃક્ષની લંબાઇ 12થી 18 મીટરની હોય છે. વૃક્ષની ડાળો અને પાંદડાનો આકાર છત્રી માફક હોય છે. પાંદડાઓ ઘાટા હોય છે અને તેના ઉપર પીળઆ રંગના ફૂલ આવે છે.

(5:53 pm IST)