Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

યુએઈમાં ફસાયેલ ભારતીય પ્રવાસી સાઉદી અરબ,કુવૈતમાં પોતાના સ્થાન પર પહોંચ્યા

નવી દિલ્હી:કોરોના વાયરસના નવા સ્વરૂપની ઘટના સામે આવ્યા બાદ એરપોર્ટ બંધ થવાના કારણોસર સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં ફસાયેલ વધારે પ્રવાસી ભારતીય સાઉદી અરબ અને કુવૈતમાં પોતપોતાના સ્થાન પર પરત આવી ગયા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબ અને કુવૈતમાં રહેનાર લગભગ 600 ભારતીયને છેલ્લા વર્ષે એરપોર્ટ બંધ થઇ જવાના કારણોસર આશ્રય સ્થાન પર રહેવાની નોબત આવી હતી. પરંતુ ગયા અઠવાડિએજ એરપોર્ટ ખોલવામાં આવતા હવે તે પોતપોતાના સ્થાન પર પરત ફરી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:55 pm IST)