Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઇન્ડોનેશિયામાં એક પિતાએ પોતાના પુત્રનું નામ રાખ્યું સૌથી અલગ

નવી દિલ્હી: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના પુત્ર કે પુત્રીનું નામ સૌથી અનોખું હોવું જોઈએ, જે લોકોને પહેલી જ વારમાં પસંદ આવી જાય. નામ એવું હોવું જોઈએ કે બોલાવવામાં કોઈ તકલીફ ન પડે અને સાથે જ જ્યારે તેઓ મોટા થાય ત્યારે તેમને પણ એ નામ ગમતું હોવું જોઇએ. જો કે, કેટલાક લોકો બાળકોના અનોખા નામ રાખવાના ચક્કરમાં એવા જટિલ નામો (Weird Name) રાખી દે છે કે તેમને તે નામનો ઉચ્ચાર કરવામાં પણ મુશ્કેલી પડે છે અને કેટલીકવાર લોકો તેમની મજાક પણ ઉડાવવા લાગે છે.

આવો જ એક કિસ્સો આજકાલ ચર્ચાનો વિષય છે. વાસ્તવમાં ઈન્ડોનેશિયામાં એક પિતાએ પોતાના પુત્રનું નામ એટલું ‘અજીબ’ રાખ્યું છે કે જ્યારે પણ તે કોઈને આ નામ કહે છે તો કોઇ માનતું જ નથી અને આવી સ્થિતિમાં તેણે નામ સાચું છે કે નહીં તે સાબિત કરવું પડે છે. આ માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર બતાવવું પડે છે. રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય સમેત વહુદીને (Samet Wahyudi) તેની નોકરી અને ઓફિસ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેણે ઓફિસના નામ પર પોતાના પુત્રનું નામ રાખ્યું છે. તે આંકડાકીય માહિતી સંચાર (Statistical Information Communication Office) કાર્યાલયમાં કામ કરે છે. હકીકતમાં, જ્યારે સમેત વહુદીના લગ્ન થયા ત્યારે તેણે તેના પાર્ટનરની સામે એક શરત મૂકી હતી કે જ્યારે તેમને બાળક થશે ત્યારે તેઓ તેનું નામ તેમની ઓફિસના નામ પર રાખશે, પછી તે છોકરી હોય કે છોકરો. આ માટે તેની પત્ની પણ રાજી થઈ ગઈ હતી. તાજેતરમાં, જ્યારે તેમને એક પુત્ર થયો, ત્યારે તેણે તેનું નામ Statistical Information Communication Office રાખ્યું. હવે સમસ્યા એ છે કે તેમને તેમના બાળકનું નામ સાબિત કરવા માટે તેમનું બર્થ સર્ટિફિકેટ બતાવવું પડે છે.

(7:50 pm IST)