Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં ચાલી રહેલ સંઘર્ષ દરમ્યાન ઓછામાં ઓછા 65 લોકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ચાલી રહેલ સંઘર્ષમાં અને આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 65 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્વતંત્ર યુધ્ધ નિગરાની સમૂહે સોમવારના રોજ આ વાતની જાણકારી આપી છે. આ સમૂહે પોતાના ટિવટર પર જણાવ્યું છે કે તેમની ટીમે 6 નાગરિકો સહીત 12 અફઘાન રાષ્ટ્રીય રક્ષા અને સુરક્ષા બળોના સભ્યોના અને 47 તાલિબાની આતંકવાદી સહીત 65 લોકોના મૃત્યુ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:09 pm IST)