Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

અમેરિકામાં કિશોરોને કોરોના રસી લગાવવા માટે ફાઈઝરે મંજૂરી માંગી હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રાઝિલમાં કોરોના મહામારી બેકાબૂ બનતાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 93,000 કરતાં વધારે કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા 13,375,414 થઇ હતી અને 3693 જણાના મોત થતા કોરોનાનો કુલ મરણાંક 3,48,934 થયો હતો. બ્રાઝિલના 19 રાજ્યોમાં કોરોનાનો ચેપ સતત વધી રહ્યો હોવાથી છેલ્લા સાત દિવસમાં સરેરાશ મરણાંક 2930 થયો છે, જે દુનિયામાં સર્વાધિક છે. આમ છતાં બે રાજ્યો સાઓ પાઉલો અને ગ્રાંડ સૂલમાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન લાન્સેટ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર આફ્રિકામાં પહેલા મોજા કરતાં બીજા મોજાને કારણે 30 ટકા વધારે ચેપ ફેલાયો છે. આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર જુલાઇની મધ્યમાં પહેલાં મોજા દરમ્યાન સરેરાશ રોજ 18,273 કેસો નોંધાયા હતા જે ડિસેમ્બરના બીજા મોજા દરમ્યાન વધીને 23,790 થયા હતા. કોરોનાની રસીના 90 મિલિયન ડોઝ કોવાક્સ કાર્યક્રમ દ્વારા આ વર્ષના પ્રથમ છ મહિનામાં પુરાં પાડવામાં આવશે તો આફ્રિકા ખંડની માત્ર ત્રણ ટકા વસ્તીને રસી આપી શકાશે. આની સામે યુએસએમાં પહેલી મે સુધીમાં તમામ અમેરિકનોને રસી અપાઇ જશે.

(6:12 pm IST)