Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કઝાનની શાળામાં થયેલ ગોળીબારીની ઘટનામાં સાત બાળકો સહીત બે શિક્ષકોના મોત

નવી દિલ્હી: રશિયાના કઝાન શહેરની એક સ્કૂલમાં ગોળીબારમાં સાત બાળકો અને બે શિક્ષકો મૃત્યુ પામ્યાં છે. ઘટનામાં કમ સે કમ 21 જેટલાં બાળકો ઘાયલ થયાં છે. તમામ બાળકો 8 ગ્રેડમાં અભ્યાસ કરતાં હતાં અને રીતે એમની વય 15ની આસપાસ છે. ગોળીબારથી બચવા માટે કેટલાંક બાળકોએ બારીમાંથી જમ્પ લગાવ્યો હતો. રશિયન ટીવીનું કહેવું છે બીજા માળની બારીમાંથી જમ્પ કરનારાં બે બાળકોનું મૃત્યુ થયું છે. અધિકારીઓ મુજબ બે લોકોએ સ્કૂલમાં અંધાધૂધ ગોળીઓ વરસાવી. ઘટનામાં એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. તાતારસ્તાનના રાષ્ટ્રપતિ રુસ્તમ મિલિખાનોફે પત્રકારોને સ્કૂલની બહારથી કહ્યું કે, એક આપદા છે અને 12 બાળકો અને 4 કિશોરોનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.

(6:46 pm IST)