Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બસ દુર્ઘટનામાં 18 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બસ દુર્ઘટનામાં 18 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે જેમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું માલુમ પડી રહ્યું છે. બસ વાઘથી દાદુની તરફ જઈ રહી હતી જે વચ્ચે ખોરીના ખૂજદાર જિલ્લામાં એક જગ્યા પર ઉંધી પડી ગઈ  હોવાનું  માલુમ પડી રહ્યું છે. દુર્ઘટનામાં 15 લોકોએ તો ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો જયારે અન્ય ત્રણે સારવાર દરમ્યાન દમ તોડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:56 pm IST)