Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કાબુલમાં બંદૂકધારીઓના હુમલામાં પાંચ નાગરિકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પોલીસે શનિવારના  રોજ જણાવ્યું છે કે કાબુલમાં અજાણ્યા બંદૂકધારીઓએ ઓછામાં ઓછા પાંચ નાગરિકોની ગોળીમારીને હત્યા કરી દીધી છે. શુક્રવારના રોજ મધ્યરાત્રીના પીડિતોને એક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના એક વાહનને બંદૂકધારીઓએ નિશાન બનાવીને અપહરણ કરીને કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. અપહરણના તુરંત બાદ  લોકોની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી. તાલિબાન સમૂહે હજુ સુધી ઘટના પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.

(4:57 pm IST)