Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પ્રેગનન્સીથી અજાણ યુવતી આખી રાત કરતી રહી પાર્ટી : સવારે ઉપડ્યો પેટમાં દુખાવો અને હાથમાં આવી ગયું બાળક

વિચિત્ર વાત એ છે કે, તેણીના પીરિયડ્સ પણ નિયમિત આવતા હતા અને તેને પ્રેગનન્સીનું કોઈ લક્ષણ જોવા મળતું ન હતું

ન્યુયોર્ક,તા.૧૨: Sally Smithને જરા પણ એ વાતનો અંદાજ ન હતો કે,તેના પેટમાં એક બાળક છે. તેણે આ દરમિયાન ૫ અલગ-અલગ ફેસ્ટિવ પાર્ટીઓમાં ખૂબ મસ્તી કરી. ડાન્સ, ડ્રિંક અને ધમાલ કરી, બીજા દિવસે જયારે સેલી સ્મિથ સવારે ઉઠી ત્યારે તેના પેટમાં એક વિચિત્ર પીડા થવા લાગી હતી. જયારે તેની બહેને ડોકટરને ફોન કરી બોલાવ્યા, ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે

 સેલી પણ વિશ્વાસ ન થયો કે, ડોકટરોએ કહ્યું કે, બાળકનો જન્મ થોડા જ સમયમાં થશે. તેને તુરંત ઘરેથી હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ થયું, પરંતુ હોસ્પિટલના કાર પાર્કિગમાં જ તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો આ ઘટના Gatesheadના Queen Elizabeth Hospitalના કાર પાર્કિંગની છે.

 બાળકનું નામ Gabriel Smith રાખવામાં આવ્યું અને તેને સરપ્રાઈઝ બેબી કહેવામાં આવ્યું. ખાસ વાત એ હતી કે, સેલી સ્મિથને ગર્ભાવસ્થાની ખબર ન હોવાના કારણે તેણે આ સમયગાળા દરમિયાન ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું, તેણીના પીરિયડ્સ પણ નિયમિત આવતા હતા અને તેને પ્રેગનન્સીનું કોઈ લક્ષણ જોવા મળતું ન હતું.

Sally Smithના જણાવ્યા અનુસાર, તેને ન તો બેબી બમ્પ હતો, કે ના તેને ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પ્રકારનો ગઠ્ઠો જોવા મળ્યો હતો, પરંતુ તે તેને પોતાના જીવનના સૌથી મનોરંજક દિવસ માનતી હતી. આ દિવસોમાં, તેણે વિવિધ પ્રકારની પાર્ટીઓ અને તહેવારોનો આનંદ પણ માણ્યો છે. તે બાળક પેદા થયાના થોડા દિવસ પહેલા જ પોલેન્ડ ગઈ હતી. ન તો તેનું વજન વધ્યું હતું કે ન તો તેને કોઈ બીજી સમસ્યા આવી હતી ગર્ભાવસ્થાના ૭મા અને ૮મા મહિનામાં તેને પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ હતી, પરંતુ તેણે વિચાર્યું કે, તે કદાચ તેની નવી અને કંટાળાજનક નોકરીને કારણે થયું છે. છેલ્લા દિવસો સમયે તે નાઈટકલબમાં સુપરવાઈઝર તરીકે કામ કરતી હતી. જે દિવસે તેને ખબર પડી તે દિવસે જ માત્ર ખૂબ પીડા અનુભવી હતી, ત્યારે જ ડોકટરોએ કહ્યું કે તે એક બાળકને જન્મ આપવા જઇ રહી છે. તેને એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવી હતી પરંતુ તેણીએ પાર્કિંગમાં જ બાળકને જન્મ આપ્યો હતો સેલી સ્મિથ કહે છે કે, તે પહેલા આ જાણી કનફ્યૂઝ હતી, પરંતુ તેણે પુત્રને છાતીએ લગાડતા જ વિચાર્યું કે બધુ ઠીક થઈ જશે. હવે તેનો પુત્ર ગેબ્રિયલ સ્મિથ એક વર્ષનો છે અને તે તેની માતા સાથે જીવનનો આનંદ માણી રહ્યો છે. સેલીના માતાપિતાએ પણ તેને આ સમય દરમિયાન પૂર્ણ સહયોગ આપ્યો હતો. આ સમાચાર સાંભળીને સેલીના બધા મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેણીને તેના ઘરે મળવા આવ્યા.

(11:43 am IST)