Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર:કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના કારણે સૌથી વધારે અસર કદાચ દુનિયામાં હોટલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીને થઈ છે. આવા સંજોગોમાં પણ નેધરલેન્ડની એક રેસ્ટોરન્ટે કદાચ દુનિયાનુ સૌથી મોંઘુ બર્ગર સ્વાદ શોખીનો માટે પોતાના મેનુમાં સામેલ કર્યુ છે.આ બર્ગરને ધ ગોલ્ડન બોય નામ આપવામાં આવ્યુ છે અને તેની કિંમત 5000 પાઉન્ડ એટલે કે 4.47 લાખ રુપિયા રાખવામાં આવી છે.આટલી કિંમતમાં તમે એક નાનકડી કાર આસાનીથી ખરીદી શકો છે.રેસ્ટોરન્ટના માલિક રોબર્ટ ડિ વીન કહે છે કે, મારુ નાનપણથી વર્લ્ડ રેકોર્ડ તોડવાનુ સપનુ હતુ અને આજે આ સપનુ પુરુ કરવાનો અદભૂત આનંદ છે. ડિ વીન વર્લ્ડ રેકોર્ડ તપાસી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી હતી કે, અમેરિકાના ઓરેગન સ્ટેટમાં આવેલા એક રેસ્ટોરન્ટે 4200 પાઉન્ડનુ બર્ગર બનાવ્યુ હતુ અને આ દુનિયાનુ સૌથી મોંઘુ બર્ગર હતુ.2011થી આ રેકોર્ડ તુટયો નહતો.આ બર્ગરનુ વજન 352 કિલો હતુ.

(6:04 pm IST)