Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમેરિકા બાદ હવે પશ્ચિમ કેનેડામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો:ડેથવેલ થયું 56 ડિગ્રી

નવી દિલ્હી: આપણે ત્યાં ચોમાસુ છે ત્યારે અમેરિકામાં સખત ઉનાળો ચાલી રહ્યો છે અને આકાશમાંથી અગન ગોળા વરસી રહી છે. અમેરિકા અને કેનેડાના પશ્ચિમમાં તાપ મળી દરરોજ નવા રેકર્ડ સર્જી રહ્યું છે.કેલિફોર્નિયાની મશહુર ડેથવલીમાં 56ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમેરિકામાં ભીષણ લૂએ અનેક લોકોના જીવ લીધા છે. અહીં સતત ત્રીજા દિવસે રેકોર્ડબે્રક તાપમાન નોંધાયું છે.કેલિફોર્નિયાની જાણીતી ડેથવલીમાં તાપમાન 56 ડિગ્રી સેલ્સીયસે પહોંચી જતા તે ફરી ધરતીનો સૌથી ગરમ ભાગ બની છે. જયારે પશ્ચિમ કેનેડામાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે.અહીં ભીષણ ગરમીના કારણે જંગલોમાં દાવાનળ ફાટયો છે. આ કારણે લોકોને અહીંથી ઘર છોડી જવાનું કહેવામાં આવ્યું છે.

(6:06 pm IST)