Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ના તળિયે રહેતા આ જીવોના શરીર અંગેનું અનોખું રહસ્ય

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરની ગહેરાઈમાં આ દુર્લભ ગણાતો ' ગ્લાસ ઓક્ટોપસ ' નામનો દરિયાઈ જીવ મળી આવ્યો છે, જેની ત્વચા સંપૂર્ણપણે પારદર્શક છે. વૈજ્ઞાનિકો મને છે કે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે તેણે આવી ઉત્ક્રાંતિ સાધી છે.

છેલ્લા એક મહિનાથી વૈજ્ઞાનિકોની એક ટીમ પ્રશાંત મહાસાગરમાં તેના ઊંડાણમાં મળી આવેલા સમુદ્રી જીવોનો અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન, કિરીબટી નજીક ફોનિક્સ આઇલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારમાં એક ઓક્ટોપસ મળી આવ્યો, જેની ત્વચા પારદર્શક છે. આ દુર્લભ ગ્લાસ ઓક્ટોપસના આંતરિક અવયવો અને પાચન તંત્ર, આખુ શરીર જોઈ શકાય છે. તે સામાન્ય રીતે ગ્લાસ ઓક્ટોપસ તરીકે ઓળખાય છે.

પ્રશાંત મહાસાગરની ખૂબ ઉંડાઈમાં એક દુર્લભ પ્રાણી દેખાયું છે. વૈજ્ઞાનિક ભાષામાં, તેને ' વિટ્રેલેડોનેલા રિચાર્ડી ' કહેવામાં આવે છે, જ્યારે તેને સામાન્ય રીતે ગ્લાસ ઓક્ટોપસ કહેવામાં આવે છે. તેમની આંખો અન્ય સમુદ્ર જીવોથી લંબચોરસ જોવા મળી છે, જે અન્ય જીવ કરતા ઘણી અલગ છે. આ પ્રાણીનું આખું શરીર, લગભગ 18 ઇંચ લાંબું છે. તેના પાચન તંત્ર અને આંખો સિવાય સમગ્ર શરીર પારદર્શક છે. જેથી તેના માટે શિકારીના હુમલાને ટાળવું સરળ નથી, પરંતુ ગ્લાસ ઓક્ટોપસ તેની આંખોને ખૂબ લાંબી કરે છે; જેનાથી પ્રકાશ પ્રતિબિંબિત થઈ જાય છે. આ ટ્રીક તેને શિકારીઓથી બચાવે છે. આ પ્રાણીને જ્યારે ભય દેખાય છે, ત્યારે તે પોતાનો રંગ બદલી નાંખે છે. ખાસ કરીને દરિયાઇ જીવો શિકાર કરવાની અથવા શિકારથી બચવાની બે રીત ધરાવે છે. તેઓ કાં તો પોતાની આસપાસના પ્રમાણે પથ્થરોમાં રહેતા જીવની જેમ અથવા લીલા ઘાસમાં રહેતા સજીવની જેમ રંગને બદલે છે.

(6:08 pm IST)