Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શું ન્યુઝીલેન્ડનું આ પક્ષી બર્ડ ઓફ ધ યર બનશે?

ઓકલેન્ડ, તા.૧૨: ન્યુઝીલેન્ડમાં દર વર્ષે 'બર્ડ ઓફ ધ યર'ની સ્પર્ધા યોજાય છે અને એમાં અનેક પક્ષીઓનાં નામાંકન વિવિધ ક્ષેત્રોની વ્યકિતઓ, કંપનીઓ અને સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે. આ વર્ષે 'હીહી'અથવા સ્ટિચ બર્ડ નામે જાણીતા પક્ષીને 'બર્ડ ઓફ ધ યર'જાહેર કરવાની પણ એક ભલામણ આવી છે. એ પક્ષીની વિશેષતા એ છે કે એનાં વૃષણોનું કદ નોંધપાત્ર પ્રમાણમાં મોટું છે અને સ્વાભાવિક રીતેજ એ મબલક પ્રમાણમાં વીર્ય-શુક્રાણુ પેદા કરે છે. 'બર્ડ ઓફ ધ યર'ની સ્પર્ધામાં આ હીહી અથવા સ્ટિચ બર્ડ જીતી જવાની શકયતા છે. 'બર્ડ ઓફ ધ યર'ના ખિતાબ માટે એ પક્ષીની ભલામણ એડલ્ટ ટોય મેગા સ્ટોર અથવા સેકસ ટોય શોપ તરફથી કરવામાં આવી હતી. સેકસ ટોય શોપ તરફથી જણાવવામાં આવ્યું હતું કે એ પક્ષી સેકસ પ્રત્યે પોઝિટિવ એટિટ્યુડને પ્રોત્સાહન આપતું હોવાથી એના નામની ભલામણ કરવામાં આવી છે. નર હીહી પંખીઓનાં વૃષણ તેમના કદ પ્રમાણે જે અપેક્ષા હોય એના કરતાં ચાર ગણાં વધારે હોય છે. પંખીઓમાં એને સૌથી મોટાં વૃષણ ધરાવતું પંખી કહી શકાય.

(2:41 pm IST)