Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આકાશગંગામાં ૩૦ કરોડ ગ્રહો પર સજીવન શકયઃ નાસાનો દાવો

ન્યુયોર્ક,તા.૧૨: અમેરિકી સ્પેસ એજન્સી NASAનાં Kepler Space Telescope મિશન ૨૦૧૮માં પૂરું થયું હતું. ઈંધણ ખતમ થવાના કારણે ૮ વર્ષ ચાલેલા આ મિશનમાં આકાશગંગામાં ૩૦ કરોડથી પણ વધારે એવા ગ્રહોની ઓળખ થઈ કે જયાં જીવન શકય હોઈ શકે છે. વર્ષ ૨૦૦૯-૨૦૧૮ સુધી કેટલાક exoplanetએ આંટા માર્યા અને તેમની શોધ કરી છે.

આ ટેલિસ્કોપ એવા ગ્રહોની શોધ કરી રહ્યું હતું જે પોતાનાથી એટલા દૂર હતા જેટલું અંતર દ્યરતી અને સૂરજની વચ્ચે છે. પહેલાં મળેલા એક અપડેટ અનુસાર એ સમજવાની કોશિશ કરાઈ કે તેમાંથી કેટલા ગ્રહો પર જીવનની શકયતા છે. રિસર્ચર્સનું માનવું છે કે સૂરજ જેવા ઓછામાં ઓછા અડધા ગ્રહોના આંટા મારી ચૂકાયા છે જયાં પાણીની હાજરી શકય છે.

અન્ય એક પરિણામમાં આશા રાખવામાં આવી રહી છે કે ૭૫ ગ્રહો પર જીવન માટે ખાસ પરિસ્થિતિઓ સર્જાઈ છે. આ સમજવાને માટે એવા ગ્રહોનું પરિક્ષણ કરાયું કે જેમની સિકારો સાથેની દૂરીની સાથે સાથે તાપમાન અને લાઈટ એનર્જીનું પ્રમાણ પણ યોગ્ય હોય.

સ્ટડીના આધારે કહેવાયું છે કે અરબો ગ્રહ હાજર છે પણ હજુ એ શોધ થઈ રહી છે કે તેમાના અનેક પર જીવન શકય છે. તેઓએ કહ્યું કે હજુ પણ સંખ્યા નિર્ણાયક સંખ્યાથી દ્યણી દૂર છે. પાણીની હાજરી અનેક મુખ્ય ફેકટર્સમાંની એક છે. આમ છતાં તે પોતાનામાં ઉત્સાહિત કરનારું પરિબળ છે. તેમને વિશે હજુ પણ બારીક રીતે પરીક્ષણ કરાઈ રહ્યું છે.

(2:41 pm IST)