Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

આ ગામમાં એક શ્રાપના કારણોસર છે બધા જ લોકો ઠીંગુજી

નવી દિલ્હી: દુનિયામાં આવા ઘણા વણઉકેલ્યા રહસ્યો છે, જેના પરથી આજદિન સુધી પડદો ઊંચકાયો નથી. આવું જ એક રહસ્ય ચીનના એક ગામનું છે. સદીઓથી યાંગ્સી ગામને એવો શ્રાપ મળ્યો છે, જે માત્ર ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રહસ્ય છે. આ શાપિત ગામ ચીનના સિચુઆન પ્રાંતમાં છે. તેનું નામ યાંગસી છે. યાંગસી નામના આ ગામમાં મોટાભાગની વસ્તી નાના કદની છે. આ ગામની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વામન છે. તેમની કુલ લંબાઈ 2 ફૂટથી માંડીને માત્ર ત્રણ ફૂટ સુધીની છે. ચીનનાં આ ગામમાં જન્મેલા બાળકોની ઊંચાઈ સામાન્ય રીતે 5થી 7 વર્ષની ઉંમર સુધી વધે છે, પરંતુ તે પછી ઉંમર વધવાનો સિલસિલો અટકી જાય છે. એટલે કે, તેમની લંબાઈ 2 ફૂટથી 3 ફૂટ 10 ઇંચ સુધીની હોય છે. તે જ સમયે, કેટલાક લોકોની ઊંચાઈ 10 વર્ષની ઉંમર સુધી વધી જાય છે. એક તરફ આજુબાજુના ગામના લોકોનું માનવું છે કે, આ ગામ પર કોઈ દુષ્ટ શક્તિનો પડછાયો છે. જેના કારણે અહીંના લોકોની ઊંચાઈ વધી નથી શકતી. બીજી તરફ એવું માનવામાં આવે છે કે આ ગામ પ્રાચીન સમયથી જ શ્રાપિત છે. જેની અસર આજે પણ ગામ પર જોવા મળે છે. લોકોના વામન થવા પાછળનું રહસ્ય શું છે, છેલ્લા 60 વર્ષમાં વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.

(4:39 pm IST)