Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સ્ટીવ જોબ્સે 45 વર્ષ પહેલા બનાવેલ કોમ્પ્યુટરની આટલી કિંમતે થઇ નીલામી

નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે 45 વર્ષ પહેલા પોતાના હાથે બનાવેલા કોમ્પ્યુટર એપલ-1ની હરાજી થઈ છે અને તેના માટે 2.97 કરોડની બોલી લાગી હતી. સ્ટીવ જોબ્સને આ કોમ્પ્યુટર બનાવવા માટે સ્ટીવ વોઝનિયાકે પણ મદદ કરી હતી.આ કોમ્પ્યુટર 200 પહેલા કોમ્પ્યુટરો પૈકીનુ એક છે જેને એપલે શરુઆતના તબક્કામાં બનાવ્યુ હતુ.કોમ્પ્યુટરમાં હવાઈ ટાપુ મળતા લાકડાનો ઉપયોગ કરાયો છે.કોમ્પ્યુટરની ફ્રેમ તેમાંથી બનાવાઈ છે. જાણકારોના કહેવા પ્રમાણે ઘણા લોકો જુના અને યુનિક ઈલેક્ટ્રોનિક ઈક્વિમેન્ટ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે.2.97 કરોડમાં વેચાયેલુ એપલ-1 મોનિટર સાથે છે.આ કોમ્પ્યુટર પહેલા કેલિફોર્નિયાના એક વ્યક્તિ રેંચો કુકા મોંગાએ ખરીદયુ હતુ અને તેઓ ઈલેક્ટ્રોનિક્સના એક પ્રોફેસર હતા.1977માં તેમણે પોતાના વિદ્યાર્થીને 770 ડોલરમાં આ કોમ્પ્યુટર વેચ્યુ હતુ.

(4:41 pm IST)