Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમેરિકામાં દિવ્યાંગો પાસેથી વેઇટિંગ ફી વસુલતા ઉબર સામે કેસ દાખલ થયો હોવાની માહિતી

નવી દિલ્હી:  દિવ્યાંગો પાસેથી વેઈટિંગ ટાઈમ ફી વસૂલવા બદલ ઉબર સામે અમેરિકાના ન્યાય વિભાગે કેસ દાખલ કર્યો છે. કંપનીએ દિવ્યાંગોને મળતાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું હોવાનું અરજીમાં કહેવાયું હતું. કંપની દિવ્યાંગો પ્રત્યે ભેદભાવ રાખે છે એવો આરોપ પણ લાગ્યો છે.

અમેરિકાના ન્યાય અને કાયદા વિભાગે ટેક્સી સર્વિસ પ્રોવાઈડર કંપની ઉબર સામે કેસ દાખલ કર્યો છે. ટેક્સી ડેસ્ટિનેશન પર પહોંચી જાય તેની બે મિનિટ પછી ઉબર કંપની ગ્રાહકો પાસેથી વેઈટિંગ ટાઈમ ફી વસૂલતી હતી. એ નિયમ બધા જ ગ્રાહકોને લાગુ પડતો હતો. અમેરિકાના કાયદા વિભાગે અરજીમાં એવી દલીલ કરી છે કે પ્રજ્ઞાાચક્ષુ અને વ્હિલચેર ઉપર હોય એવા ગ્રાહકોને ટેક્સીમાં બેસવામાં જ ઓછામાં ઓછા બે-ત્રણ મિનિટ લાગી જતા હોય છે. તેમને ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા પછી પણ ટેક્સી સુધી પહોંચવામાં થોડો વધારે સમય લાગે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં કંપની તેમની પાસેથી ફી વસૂલે તે યોગ્ય નથી.

 

(4:41 pm IST)