Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દુનિયામાં 'એમ્સ્ટર્ડમ'વિશ્વનું સૌથી સુખી શહેર હોવાનું તારણ

નવી દિલ્હી: આપણે ત્યાં એક કહેવત છે પહેલુ સુખ તે જાતે નર્યા. અર્થાત જો આપણે સાજા-નરવા હોઈએ તો જો પહેલુ સુખ છે.દુનિયામાં 'એમ્સ્ટર્ડમ' એક એવુ શહેર છે જયાં બધા સ્વસ્થ છે અને સુખી પણ છે!સ્વસ્થ જીવન શૈલીને લઈને 44 શહેરોનાં સર્વેમાં વિગત બહાર આવી છે.રસપ્રદ બાબત છે કે સૌથી અસ્વસ્થ શહેરમાં લંડનનો સમાવેશ થાય છે.લેનસ્ટોરની નવી સ્વસ્થ જીવનશૈલી રિપોર્ટમાં નિર્ધારીત કરવા માટે 10 દેશોનાં વૈશ્વિક શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે વિશ્લેષણ માં જાણવાનો પ્રયાસ કરાયો હતો કે કયું શહેર ખુશ અને સ્વસ્થ જીવન શૈલી માટે સૌથી વધુ અવસર આપે છે. સર્વેમાં નેદરલેન્ડનું શહેર એમ્સ્ટર્ડમને સૌથી સુખી અને સ્વસ્થ જીવન શૈલી માટેનું સૌથી સારા શહેરનું છોગુ મળ્યુ હતું.વિશેષજ્ઞોના અનુસાર શહેરના લોકો લગભગ દરેક સ્તરે વધારે સુખી અને સ્વસ્થ જોવા મળ્યા હતા. જયારે સામે પક્ષે બ્રિટનના શહેરોનું પ્રદર્શન સારૂ નહોતું રહ્યું. રસપ્રદ બાબત હતી કે લંડન સર્વેમાં અસ્વસ્થ શહેરોની યાદીમાં સામેલ થયુ હતું.

(5:56 pm IST)