Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દક્ષિણ કોરિયાઈ કંપનીએ કરી અનોખી શોધ:ટીવીના રિમોટને સોલર સેલ રિમોટથી કંટ્રોલ કરી શકાશે

નવી દિલ્હી: ટીવીના રિમોટની બેટરી (સેલ)ને ખરાબ થવામાં વધારે સમય નથી લાગતો, જેના કારણે તે લાંબો સમય ચાલતી પણ નથી, તેથી નવી બેટરી વિકલ્પ બને છે. આનાથી એક તો ખર્ચ વધે છે અને બીજું કચરો વધે છે પરંતુ દક્ષિણ કોરિયાની એક મુખ્ય કંપનીએ એક એવું રિમોટ બનાવ્યું છે જે સૌર ઉર્જાથી સંચાલીત છે. રસપ્રદ બાબત છે કે બેટરી બારી-બારણામાંથી આવતા સૂર્યપ્રકાશથી પણ ચાર્જ થઈ જશે, તેથી બેટરી બદલવાની ઝંઝટથી તો મુક્તિ મળશે. સાથે સાથે પ્રદૂષણ પર પણ લગામ લાવશે.

     દક્ષિણ કોરિયાઈ કંપનીએ સૌર રિમોટના નિર્માણની જાહેરાત પોતાની 'ગોઈંગ ગ્રીન' યોજના હેઠળ કરી છે. રિમોટને 'સોલર સેલ રિમોટ કંટ્રોલ' કહેવામાં આવે છે. જેમાં એક નાનકડી સૌર પેનલ લગાવવામાં આવી છે, જે ઘરની અંદર હાજર સૌર ઉર્જાથી ચાર્જ થાય છે.

 

(5:57 pm IST)