Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વિશ્વમાં કોરોના વાયરસના કેસ એકજ દિવસમાં 31 લાખને પાર થયા હોવાની માહિતી

નવી દિલ્હી: ભારતની જેમ વિશ્વભરમાં કોરોનાની મહાલહેર હોય તેમ આજે એક જ દિવસમાં 32 લાખ કેસ નોંધાયા હતા. મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. અર્ધો ડઝનથી વધુ દેશોમાં દૈનિક કેસનો આંકડો એક લાખથી વધુનો થયો છે. વર્લ્ડોમીટર વેબસાઈટના આંકડાકિય રિપોર્ટ પ્રમાણે વિશ્ર્વમાં આજે એક જ દિવસમાં 31,99,579 કેસ નોંધાયા હતા અને 8392 લોકોના મોત નિપજ્યા હતા. સૌથી વધુ કેસ સંક્રમણમાં અમેરિકા ટોચ પર છે. જ્યાં ચોવીસ કલાકમાં નવા 8.29 લાખથી અધિક કેસ નોંધાયા હતા અને 1200થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. અમેરિકામાં મોતની સંખ્યા વધતી રહી છે. આ સિવાય ફ્રાંસમાં દૈનિક કેસની સંખ્યા 3.61 લાખ થઈ છે. બ્રિટનમાં 1.29 લાખ, ઈટલીમાં 1.96 લાખ, સ્પેનમાં 1.79 લાખ, આર્જેન્ટિનામાં 1.31 લાખ કેસ હતા. બ્રાઝીલમાં ફરી સંક્રમણ વધવામાં હોય તેમ 88464 કેસ નોંધાયા હતા. મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં પણ દૈનિક કેસનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 1.06 લાખ કેસ નોંધાયા હતા. જર્મનીમાં દૈનિક કેસ 80,000થી વધુ હતા.

 

(6:45 pm IST)