Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો છે. કોરોના વાઇરસ મહામારીને કારણે દુકાનો, રેસ્ટોરન્ટ બંધ રહેતા ટુરિઝમ ઉદ્યોગ અને મેન્યુફેકચરિંગ સેક્ટરને મોટો ફટકો પડતા અર્થતંત્ર વિક્રમજનક ઘટાડો નોંધવામાં આવ્યો હતો.2020માં બ્રિટનના અર્થતંત્રમાં 9.9 ટકાનો ઘટાડો થયો છે. જે 2009ની નાણાકીય કટોકટીમાં થયેલા ઘટાડા કરતાં પણ બમણો છે તેમ ઓફિસ ઓફ ધ નેશનલ સ્ટેટિસ્કિસે એક નિવેદનમાં જણાવ્યું છે.

               વર્ષ 1709 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. કોરોનાને અંકુશમાં લેવા માટે બ્રિટન સરકારે મૂકેલા પ્રતિબંધોને કારણે આૃર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.ડિસેમ્બરના મધ્યથી બ્રિટનમાં ત્રીજું લોકડાઉન અમલમાં છે. જેના કારણે શાળાઓ, રેસ્ટોરન્ટ અને આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ છે. નોર્ધન આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ કોરોનાને પગલે કડક પ્રતિબંધો અમલમાં છે.

(5:52 pm IST)