Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

લોસ એન્જેલસમાં કોરોના વાયરસની રસી ખૂટી જતા ચાર સામુહિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય

નવી દિલ્હી: લોસ એન્જેલસમાં કોરોનાની રસી ખૂટી પડતાં ડોજર સ્ટેડિયમ અને અન્ય ચાર સામૂહિક રસીકરણની સાઇટો નવી રસી ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર એરિક ગાર્સટીએ જણાવ્યું હતું કે કોરોનાની રસી આવે છે તેના કરતાં વધારે ઝડપથી અમે લોકોને રસી આપીએ છીએ. અમારો રસીનો પુરવઠો ઓછો વત્તો રહે છે. જો કેસ તેના કારણે બીજો ડોઝ મેળવવામાં કોઇ અસર નહીં પડે.

           યુએસના પ્રમુખ જો બાઇડને રસીનો પુરવઠો વધારવાનું વચન આપ્યું છે. ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે સામૂહિક રસીકરણના અભિગમને ધ્યાનમાં રાખીને એપ્રિલ મહિનાથી કોરોનાની રસીનો પુરવઠો વધારવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે દરેક જણને એપ્રિલથી કોરોનાની રસી મળી રહે તેટલો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે પણ તેને પહોંચાડવામાં વાર લાગી શકે છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના વેરીઅન્ટનો ચેપ ધીમો પડી રહ્યો છે પણ સારા સમાચાર એ છે કે વર્તમાન રસીઓ યુકેમાં ઝડપથી ફેલાતા વાઇરસ પર પણ અસરકારક જણાઇ રહી છે.

(5:53 pm IST)