Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અફઘાનિસ્તાનના આતંકીઓ દ્વારા છોડવામાં આવેલ રોકેટના કારણોસર પાકિસ્તાનમાં એક બાળકનું મૃત્યુ:સાત શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી આતંકીઓ દ્વારા ચલાવવામાં આવેલા રોકેટનો મામલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન તરફ રોકેટ ચલાવ્યું હતું, જેમાં એક બાળક પણ માર્યો ગયો હતો. આ ઉપરાંત આ ઘટનામાં ઘણા બાળકોને ઈજાઓ પહોંચી છે.

ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનથી આતંકીઓ દ્વારા ચલાવવામાં આવેલા રોકેટમાં એક પાંચ વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું અને સાત બાળકો ઘાયલ થયા હતા. સેનાને કહેવામાં આવ્યું હતું કે હુમલો બાજુર વિસ્તારમાં થયો હતો, જે એક સમયે તાલિબાનનો ગઢ હતો. જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા સુધી બાજુર પાકિસ્તાની તાલિબાન અને અન્ય આતંકવાદી સંગઠનોનું ઠેકાણું હતું. સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેણે અહીંથી આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. આ હોવા છતાં, અહીંની સરહદ પર હુમલાઓ ચાલુ જ રહ્યા.

(5:54 pm IST)