Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

2020માં ચીનની વસ્તી 0.53 ટકા વધીને 1.41178 થઇ હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનની વસતી ૨૦૨૦માં ૦.૫૩ ટકા વધીને ૧.૪૧૧૭૮ અબજ થઈ છે, જે ૨૦૧૯માં ૧.અબજ હતી. સાથે ચીને વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, આગામી વર્ષથી તેની વસ્તીમાં ઘટાડો શરૂ થવાની શક્યતા છે, જે શ્રમની અછત અને વપરાશ આધારિત માંગમાં ઘટાડો લાવશે.

          ચીનની સરકારે મંગળવારે જારી કરેલા સાતમા રાષ્ટ્રીય સેન્સસ ડેટામાં જણાવ્યું હતું કે, તમામ ૩૧ પ્રાંત, સ્વાયત્ત પ્રદેશ અને મ્યુનિસિપાલિટીઝની વસતી ૧.૪૧૧૭૮ અબજે પહોંચી છે. ડેટામાં હોંગકોંગ અને મકાઉના આંકડા સામેલ નથી. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)જારી કરેલા આંકડા મુજબ વસ્તીનો નવો ડેટા દર્શાવે છે કે, ચીનમાં ૬૦ વર્ષથી વધુ વયની વસતી ગયા વર્ષની તુલનામાં ૧૮.ટકા વધીને ૨૬.કરોડ થઈ હોવાથી વસ્તી સંબંધી સમસ્યા વધુ ઘેરી બનવાની શક્યતા છે.

 

(6:10 pm IST)