Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચીનની રાજધાની બીજિંગમાં લાખો લોકોને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવાની નોબત આવી

નવી દિલ્હી: કોરોના વાયરસની શરૂઆત ચીનમાંથી થઈ હતી એવુ કહેવામાં આવે છે. એવામાં એક વાર ફરી ત્યાં કેસમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. લોકો મોટા પાયે સંક્રમિત થઈ રહ્યા છે. ચીનની રાજધાની બીજિંગમાં જ લાખો લોકોને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો. ચીનમાં કોરોનાના વધતા કેસો એ એકવાર ફરીથી સરકાર માટે ચિંતાનો વિષય છે. ચીનમાં ટેસ્ટિંગ સેન્ટર્સ બહાર 100 મીટરથી વધારે લાંબી લાઈન લાગી છે. આ દરમિયાન પોલીસને સ્થિતિ નિયંત્રિત કરવા માટે બેરિકેટિંગ સુધી લગાવવી પડી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ગયા અઠવાડિયે જ્યારે ચીની વહીવટીતંત્રએ ડાઈન-ઈનથી પ્રતિબંધ હટાવી દીધો ત્યારે હેવન સુપરમાર્કેટ બારમાં મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા માટે જમા થઈ ગયા. લોકોની અચાનક ઉમટેલી આ ભીડે કોરોનાના મોટા હબનુ કામ કર્યુ અને આ જમાવડો હવે કોરોના વાયરસનુ કારણ બની રહ્યો છે. કોરોના કેસમાં અચાનક આવી રહેલો ઝડપી વધારો દુનિયા માટે ચિંતાનો વિષય છે. ભલે આ વધારે કોઈ પણ દેશમાં હોય પરંતુ આનો પ્રભાવ તમામ પર પેડે છે.

(6:22 pm IST)