Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

યુક્રેન માટે લડવા આવેલ મોરક્કોના ત્રણ લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી

નવી દિલ્હી: યુક્રેનમાં રશિયાની સેના વિરુદ્ધ લડતા પકડાયેલા બ્રિટનના બે અને મોરક્કોના એક નાગરિકને મૃત્યુદંડની સજા ફટકારાઈ છે. આ ચુકાદો રશિયના સમર્થનવાળા યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં રશિયન કોર્ટે સંભળાવ્યો હતો. જે કોર્ટે આ ચુકાદો આપ્યો છે તેને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી. રિપોર્ટ મુજબ બ્રિટનના એડન આસલિન તથા શોન પિનર અને મૉરક્કોના બ્રાહિમ સોદૂન પર પ્રોફેશનલ કિલર હોવાનો આરોપ લગાવાયો હતો. એક સરકારી અધિકારીના હવાલાથી જણાવાયું કે ત્રણેય પર પ્રોફેશનલ કિલિંગ, સત્તા પ્રાપ્ત કરવા માટે હિંસા અને આતંકી ઘટનાઓને અંજામ આપવા ટ્રેનિંગ લેવા જેવા આરોપો હતા. બ્રિટને આ ચુકાદાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બંને બ્રિટિશ નાગરિકોના પરિવારોનો દાવો છે કે આ લોકો યુક્રેનની સેનાના જ સભ્ય છે અને લાંબા સમયથી સેવારત છે. 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ વિદેશીઓને પોતાને ત્યાં આવીને લડવા અપીલ કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના નજીકના માયખાઈલો પોડોલ્યાકીએ કહ્યું કે યુદ્ધમાં દરરોજ 100થી 200 યુક્રેની સૈનિકો મૃત્યુ પામી રહ્યા છે. જ્યારે યુક્રેનના સૈન્યના ગુપ્તચર વિભાગના ઉપપ્રમુખ વાદિમ સ્કિબિત્સકીએ કહ્યું કે યુક્રેન, રશિયા વિરુદ્ધ આર્થિક મોરચે હારી રહ્યું છે. તેનો મુકાબલો કરવા અમને પશ્ચિમથી વધુ હથિયારોની જરૂર છે. પશ્ચિમી દેશોના આશ્વાસનથી અમને ફક્ત 10 ટકા જ હથિયાર મળ્યાં છે.

(6:24 pm IST)