Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ફિલિપાઇન્સના સશસ્ત્ર દળો પર હુમલો કરવા બાબતે અમેરિકાએ ચીનને આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકાએ ચીનને ચેતવણી આપતા જણાવ્યું છે કે દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપાઇન્સના સશસ્ત્ર દળો પરના હુમલાથી 1951માં અમેરિકા-ફિલિપાઇન્સ વચ્ચે થયેલા પારસ્પરિક સંરક્ષણ કરાર અમલી બનશે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને, દક્ષિણ ચીની સમુદ્રના વિશાળ પ્રદેશ પરના ચીની દાવાને ફગાવી દેતા આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના શાસનની 5મી વર્ષગાંઠે કરેલા લેખિત નિવેદનમાં આમ જણાવ્યું છે. ચીન કહેવાતી નાઇન ડેશ લાઇનમાંની મોટાભાગની જળરાશિ પર દાવો કરે છે. જો કે એનો વિરોધ કરતા બ્રુનેઇ, મલેશિયા, ફિલિપાઇન્સ, તાઇવાન અને વિયેટનામે પ્રતિભાવમાં કહ્યું કે ચીન નિયમને સ્વીકારતું નથી. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ફગાવી દેવાયેલા દક્ષિણ ચીની સમુદ્રના મોટાભાગના વિસ્તારમાં આવેલા ઓફશોર સ્ત્રોતો પરના ચીનના દાવાના સંદર્ભમાં બ્લિન્કેને કહ્યું કે અમેરિકા, દક્ષિણ ચીની સમુદ્રમાં દરિયાઇ દાવાને લગતી એની 13 જુલાઇ, 2020 ની નીતિનો પુનરોચ્ચાર કરે છે. અમે એનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ કે દક્ષિણ ચીની સમુદ્રમાંના ફિલિપાઇન્સના સશસ્ત્રદળો, સાર્વજનિક જહાજો અથવા એરક્રાફટ પરના સશસ્ત્ર હુમલાથી 1951 માં અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે થયેલા પારસ્પરિક સંરક્ષણ કરાર (મ્યુચ્યુઅલ ડીફેન્સ ટ્રીટી)ની કલમ-4 અંતર્ગત અમેરિકાએ પારસ્પરિક સંરક્ષણ અંગે કરેલી પ્રતિબધ્ધતા અમલી બનશે, એમ એમણે ઉમેર્યું.

(6:38 pm IST)