Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમેરિકામાં અચાનક હજારો પક્ષીઓના મોતથી વૈજ્ઞાનિકો આવી ગયા ટેન્શનમાં

નવી દિલ્હી: અમેરિકામાં પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓના રહસ્યમય રીતે મોત નીપજી રહ્યા હોવાથી વૈજ્ઞાનિકો પણ ચિંતામાં છે. પક્ષીઓમાં કોઈ રોગચાળો ફેલાયો છે કે કેમ તેની તપાસ હવે શરુ કરવામાં આવી છે.જોકે હજી સુધી તેમના મોતનુ ચોક્કસ કારણ મળ્યુ નથી.કેટલાક કિસ્સામાં તો પક્ષીઓની આંખ પર પોપડી બાઝી ગયેલી જોવા મળી રહી છે.ચહેરા પર સોજો છે અને પક્ષીઓ ઉડી પણ શકતા નથી. પહેલા ફોરેસ્ટ વિભાગને અમેરિકાના વોશિંગ્ટન, વર્જિનિયા, મેરીલેન્ડ અને પશ્ચિમી વર્જિનિયામાં પક્ષીઓના બીમાર પડવાની અને મરવાની જાણકારી મળી હતી.જોકે હજી સુધી તેની પાછળનુ કારણ જાણવા મળ્યુ નથી.જોકે વૈજ્ઞાનિકોને એક આશંકા એવી છે કે, ન્યૂ મેક્સિકોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ખાવાનુ નહીં મળવાથી મોતને ભેટી ચુકયા છે.પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. બીજી તરફ પક્ષીઓના મૃતદેહોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.કેન્ટુકી અને ઓહાયો રાજ્યમાં પણ પક્ષીઓના મોટા પાયે મોત થયા છે.ઓહાયોમાં પક્ષીઓની આંખોમાં તકલીફ હોવાનુ તારણ પણ જાણકારોએ કાઢ્યુ છે.

 

(6:39 pm IST)