Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પાકિસ્તાનના સુરબ વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પાકિસ્તાનના સુરબ વિસ્તારમાં બુધવારના રોજ મધ્ય રાત્રીના સમયે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપ સુરબથી દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 62 કિલોમીટરની દુરી પર સ્થાનિક સમયાનુસાર રાત્રીના 10 વાગ્યાને 40 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા.

        કેન્દ્રએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.3ની આંકવામાં આવી છે. તેમનું કેન્દ્ર 27.9781 ડિગ્રી અક્ષાંશ અને 65.9996 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં જમીનની અંદરથી 10.96 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(1:16 pm IST)