Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓને યુનિ.માં અભ્યાસ ચાલુ રાખવાની આપી મંજૂરી

નવી દિલ્હી: અફઘાનીસ્તાનના ઉચ્ચ શિક્ષણ મંત્રી અબ્દુલ બકી હકકાનીએ રવિવારે જણાવ્યું હતું કે તાલીબાન સરકારમાં મહિલાઓ યુનિ.માં અભ્યાસ ચાલુ રાખી શકે છે તેમને પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશની પણ મંજુરી મળશે તેના માટે શરત એ છે કે છાત્ર-છાત્રાઓ માટે અલગ વર્ગો ચલાવવામાં આવશે અથવા તેમનાં વચ્ચે મોટો પરદો રખાશે. હકકાનીએ જણાવ્યુ હતું કે યુનિ.માં છાત્રાઓએ તાલીબાન તરફથી લાગુ ઈસ્લામી ડ્રેસ કોડનું પાલન કરવુ પડશે. અબાયાની સાથે નકાલ પણ પહેરવો પડશે. છોકરા-છોકરી સાથે નહિ ભણી શકે. વિશ્ર્વ વિદ્યાલયોમાં કેવા વિષો ભણાવવામાં આવશે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. હકકાનીએ જણાવ્યું હતુ કે અમારી પાસે મોટી સંખ્યામાં મહિલા શિક્ષક છે કોઈ પરેશાની નહી ઉભી થાય જરૂર પડશે તો પુરૂષ શિક્ષક પણ મહિલાને ભણાવી શકે છે.પરંતુ મહિલા વિદ્યાર્થીઓએ આ દરમ્યાન પરદામાં રહેવુ ફરજીયાત છે. આટલુ જ નહિં તેમના માટે માત્ર એવા પુરૂષ શિક્ષક નિયુક્ત કરાશે જે વધુ વયના અને સારા ચારીત્ર્યના હોય.

(6:09 pm IST)