Gujarati News

Gujarati News

News of Wednesday, 13th September 2023

23 વર્ષીય આ યુવતીએ સંસદની નોકરી છોડી ખોલી પોતાની દુકાન : પહેલા જ દિવસે હજારો લોકો ઉમટી પડ્યા

નવી દિલ્હી: લોકો વર્ષો સુધી સુધી મહેનત કરી સરકારી નોકરી મેળવે છે. પરંતુ કેટલાક લોકોને તેનાથી સંતોષ નથી હોતો એટલે મોટી નોકરી છોડી નવુ કરિયર પસંદ કરે છે. બ્રિટનની 23 વર્ષની સુમૈયાહ સાદીએ પણ કાઈક આવુ જ કર્યુ છે. તેણે ઘણી મહેનત કરી પોતાના સ્વપ્નની નોકરી હાંસલ કરી હતી. રાજનીતિ પ્રત્યે તેમનો ઝુકાવ હોવાથી તેમણે યુવા સાંસદ અને મેનચેસ્ટર યુથ કાઉન્સિલના સભ્ય તરીકે પણ કામ કર્યું. પરંતુ થોડા સમય પછી તેને તેમા ન ફાવતા તેમને પોતાનું કરિયર બદલી નાખ્યુ છે,  જેથી તે આજકાલ ચર્ચામાં આવી ગઈ છે. હવે તેમને માંચેસ્ટરના લેવેનશુલ્મમાં મુસ્લિમ મહિલાઓના કપડાંની એક દુકાન ખોલી છે. તેના જ નામ પર સુમૈયા એક મોડેસ્ટ ફેશન બ્રાંડ છે, જે મુખ્યત્વે અલાયા વેચે છે. અને મુખ્યત્વે મુસ્લિમ મહિલાઓને પહેરવામાં આવતા પોશાક વેચે છે. લોકોને આ બ્રાંડમાં એટલો બધો રસ છે તેનો ઉદ્ધાટનના દિવસે જોવા મળ્યું. તેની પાસે એક હજારથી વધારે ગ્રાહકો છે અને તે સતત સાત કલાક સુધી લાંભી લાઈન તેની દુકાનમાં ખરીદી કરવા માટે ઉભા હતા. મહામારી દરમ્યાન સુમૈયાએ તેનું કરિયર બદલી નાખ્યું, સુમૈયાએ જ્યારે કંટાળાને દુર કરવા માટે કપડા શિવવાનું શરુ કર્યુ હતું પરંતુ પછીથી તેની કારકિર્દીનો માર્ગ બદલી નાખ્યો. સુમૈયાએ કહ્યુ કે એ સમયે મને લાગતુ હતું કે હું મારા સ્વપ્નની નોકરી કરી રહી છું, કારણ કે 15થી 18 વર્ષની ઉંમર સુધી સખત મહેનત કરી યુવા સાંસદમાં જગ્યા મેળવી હતી.. પરંતુ હવે તે કામ કરી રહી હતી તેમા તેને અહેસાસ થયો કે મને આ કામથી મજા આવી રહી છે. અને આ કામ કરવાથી મને સંતોષ મળે છે. કોવિડ પુરો થયા બાદ થોડો સમય મારે વર્ક ફ્રોમ હોમ છોડીને પરત ઓફિસ આવવું પડતુ હતું.

 

(7:41 pm IST)