Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વિશ્વની સૌથી મોટુ મોઢુ ધરાવતી મહિલા

મોં પહોળું કરીને સોશ્યલ મીડિયામાં ફેમસ થઈ ગયાં છે આ બહેન

લંડન,તા.૧૩:સમંથા રેમ્સડેલ નામની ૩૦ વર્ષની મહિલા તેના મોટા મોઢા માટે વિશ્વભરમાં જાણીતી થઈ ગઈ છે. મોટું મોઢું એટલે બોલવાની બાબતમાં નહીં, લિટરલ સેન્સમાં મોટી મોંફાડની અહીં વાત થઈ રહી છે. ભગવાન કૃષ્ણે બાળપણમાં મોં ખોલીને મા જશોદાને વિશ્વદર્શન કરાવી દીધેલું એમ આ બહેન પોતાનું મોં ખોલીને જે ગતકડાં કરે છે એ જોવાની જગતને બહુ મજા પડી રહી હોય એવું લાગે છે. તેમનાં વિડિયોઝ જબરા વાઇરલ થયાં છે. તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર સાડા સાત લાખ કરતાંય વધુ ફેન અને ફોલોઅર્સ છે. નવાઈની વાત એ છે કે હજી ત્રણ મહિનાપ હેલાં જ તેમણે ટિક ટોક અકાઉન્ટ ખોલ્યો છે અને જોતજોતામાં તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં થઈ ગઈ છે. સમંથાબહેનનો દાવો છે કે તેઓ હાલની રેકોર્ડહોલ્ડર કરતાં વધુ મોટી મોં ફાડ ધરાવે છે. ગિનેસ રેકોર્ડમાં હાલમાં ૩.૭૫ ઇંચની મોંફાડનો વિક્રમ નોંધાયેલો છે, જયારે સમંથામેડમના કહેવા મુજબ તેમની મોંફાડ ચાર ઇંચથી વધુ છે અને એ રીતે તે વિક્રમ તેના નામે હોવો જોઈએ. તાજેતરમાં તો એક વિડિયોમાં બહેને ટેપ લઈને મોં માપી પણ આપ્યું છે. બહેન એક આખું સફરજન મોંમાં નાખી દઈ શકે છે.

(9:57 am IST)