Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમેરિકાની આ યુવતીએ કાગળ પર સૌથી લાંબી ભુલભુલામણી બનાવી:મેળવ્યું ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

નવી દિલ્હી: અમેરિકામાં મિશેલ નામની યુવતીએ કાગળ પર 104.64 સ્ક્વેર મીટરમાં પથરાયેલી વિશાળ પઝલ બનાવીને અનોખો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પઝલ બનાવતાં તેને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ લોકો મિશેલની મહેનતના વખાણ કયર્િ હતા. મિશેલ પણ પોતાના કામથી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી એકદમ ખુશખુશાલ છે. એક ફેસબુક યુઝરે કહ્યું હતું કે આ પઝલ ઉકેલવા માટે ઘણી ધીરજ જોઈએ. મિશેલે તેનાં વખાણ કરનારા દરેક લોકોનો આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે મેં આ પઝલનો ઉકેલ લાવનારા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા રસ્તાને હાઈલાઈટથી માર્ક કયર્િ છે. જે લોકો આ ભૂલભૂલૈયાને સોલ્વ કરવા ઈચ્છે છે તેમને હું ડિજિટલ ફાઈલ પણ મોકલી શકું છું, પરંતુ આ સોલ્વ કરવા માટે તમારી પાસે ઘણો બધો સમય હોવો જરૂરી છે. મેઝમાં ઘણાં નામ, ઈમેજ અને ડૂડલ્સ પણ છૂપાયેલાં છે.

(7:17 pm IST)