Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

99 ટકા સુધી બેક્ટેરિયાનો નાશ કરી શકે તેવા માસ્કનું સંશોધન કરવામાં આવ્યું

નવી દિલ્હી: કેલિફોર્નિયાની યુનિવર્સિટીના સંશોધકોએ કોટન મટિરિયલમાંથી એવું એક માસ્ક વિકસાવ્યું છે, જે 99.9 ટકા સુધી બેક્ટેરિયા અને વાયરસને મારી શકવા સક્ષમ છે. સૂર્યના તાપ સાથે ફેસ માસ્કનો સંપર્ક થશે કે મોટાભાગના વાયરસનો ખાતમો બોલી જશે એવો દાવો સંશોધકોએ કર્યો હતો.

          સંશોધકોએ કોટન મટિરિયલમાંથી એક માસ્ક વિકસાવ્યુ છે, જે 99.9 ટકા સુધી વાયરસથી બચાવશે. એસીએસ અપ્લાઈડ મટિરિયલ એન્ડ ઈન્ટરફેસિસ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે આ માસ્ક ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. તેને ફેંકવુ નહીં પડે. જ્યાં સુધી તે ટકશે ત્યાં સુધી ઉપયોગમાં આવી શકશે.

(7:19 pm IST)