Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ઇંગ્લેન્ડના એસેક્સમાં રહેતી 24 વર્ષીય મહિલાને પોતાના બાળકના મોઢામાં તાળવામાં કાણું જોતા ગભરાઈ ગઈ......ડોક્ટરોને બતાવતા નીકળ્યું તપાસ

નવી દિલ્હી: ઈંગ્લનેડના એસેક્સમાં રહેતી એક 24 વર્ષની મહિલાએ જ્યારે તેના બાળકના મોઢાના તાળવામાં કાણું જોયું તો ગભરાઈ ગઈ. તરત બાળકને લઈને હોસ્પિટલ પહોંચી પરંતુ ત્યાં જે હકીકત સામે આવી તે જોઈને તે શરમથી પાણી પાણી થઈ ગઈ. વાત જાણે એમ છે કે બેકી સ્ટાઈલ્સ પોતાના 10 મહિનાના પુત્ર હાર્વેનું ડાયપર બદલી રહી હતી. ત્યારે તેણે જોયું તે હાર્વેના મોઢાની અંતર તાળવામાં કઈંક છે. તેણે નજીકથી જોયું તો તેને તે કાણા જેવું લાગ્યું.

મોઢાને અડતા બાળક રડવા લાગ્યુંબેકી સ્ટાઈલ્સે કહ્યું કે તેમના દિમાગમાં પહેલો ખ્યાલ માતાને ફોન કરવાનો આવ્યો. પરંતુ હાર્વેના પિતાએ કહ્યું કે આપણે તરત હોસ્પિટલ જવું જોઈએ. હોસ્પિટલ પહોંચીને જ્યારે અમે નર્સને વાત જણાવી તો તે પણ થોડા સમય માટે ગભરાઈ ગઈ પણ જ્યારે તેણે ધ્યાનથી હાર્વના મોઢાની અંદર જોયું તો બધુ સ્પષ્ટ થઈ ગયું. વાત જાણે એમ છે કે નર્સે જ્યારે ચેકઅપ કર્યું તો જોવા મળ્યું કે જેને બેકી કાણું સમજતી હતી તે હકીકતમાં તો એક સ્ટિકર હતું. ત્યારબાદ નર્સે પોતાની એક આંગળી બાળકના મોઢામાં નાખી અને સ્ટિકર બહાર કાઢ્યું. નર્સે જેવું સ્ટિકર બહાર કાઢ્યું કે બધાના ચહેરા પર હાસ્ય આવી ગયું. જો કે બેકીને તો શરમ પણ આવી ગઈ કે એક સ્ટિકરના કારણે તે કેટલી ગભરાઈ ગઈ. બેકી સ્ટાઈલ્સે કહ્યું કે નિશ્ચિતપણે એક રાહતની વાત છે કે જેને આપણે કાણું સમજી રહ્યા હતા તે સ્ટિકર હતું. હવે મને લાગે છે કે જો અમે સારી રીતે જાતે ચેકઅપ કર્યું હોત તો કદાચ પહેલા ખબર પડી જાત.

(5:06 pm IST)