Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગાડી ચલાવતી વેળાએ ઈયરફોન પર વાત કરવું છે ખતરનાક હોવાનું તારણ

નવી દિલ્હી: ગાડી ચલાવતી વખતે ઈયરફોન પર વાત કરવાની કે ગીત સાંભળવાની ટેવ ધરાવનારાઓ સાવધાન. જીહા, કાર નિર્માતા કંપની ફોર્ડના તાજેતરના અધ્યયનમાં ડ્રાઈવરોના માર્ગમાં રહેલા વિધ્નોને ચાર સેકંડના વિલંબમાં માપવાની વાત બહાર આવી છે કે જેમના કાનમાં ઈયરફોન લાગેલું હોય છે.સંશોધકોએ ફ્રાન્સ, જર્મની, ઈટલી, સ્પેન અને બ્રિટનમાં 2500થી વધુ વયસ્કોને 'વર્ચ્યુઅલ સડક' પર ઉતારેલા. દરેક ઉમેદવારોને એક વાર ઈયરફોન પર ગીતો સાંભળતા, જયારે બીજીવાર સચેત અવસ્થામાં રીમોટ સંચાલીત કારને દીશા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બન્ને વખત માર્ગમાં આવતા વિધ્નો (વાહન, સ્પીડ બ્રેકર, ખાડા, થાંભલા વગેરે)ને લઈને દરેક ઉમેદવારની પ્રતિક્રિયા પર નજર રાખવામાં આવી હતી. સંશોધકોએ જણાવ્યું કે ગીત સાંભળતા સમયે ઉમેદવારોએ સામેથી આવતા વિધ્નો પર સરેરાશ 4.2 સેક્ધડના વિલંબથી પ્રતિક્રિયા આપી હતી. 27 ટકા ઉમેદવારો દરમિયાન ટકકરથી બાલ બાલ બચ્યા હતા અથવા અકસ્માતનો શિકાર બન્યા હતા. સંશોધક ટુકડીમાં સામેલ ડો. મારીયા ચૈતના અનુસાર ધ્વનિ આસપાસના વાતાવરણને સમજવાની ક્ષમતા નિર્ધારીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(5:07 pm IST)