Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પશ્ચિમી દેશોમાં મહિલાઓ પુરુષોની સરખામણીમાં લે છે વધુ છૂટાછેડા

નવી દિલ્હી: પશ્વિમી સમાજમાં મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ છૂટાછેડા લઇ રહી છે. અમેરિકામાં 70 થી 90% છૂટાછેડાના કેસ મહિલાઓ દ્વારા કરાયા છે. બ્રિટનમાં 62 ટકા છૂટાછેડાના કેસમાં મહિલાઓ અરજદાર છે. વિશેષજ્ઞોએ તેનું કારણ પશ્વિમી દેશોમાં છૂટાછેડાની પ્રક્રિયા સરળ હોવાનું જણાવ્યું છે. ડૉ હેડી કાર અનુસાર, મહિલાઓમાં આર્થિક સ્વતંત્રતા તેમજ નાણાકીય સમજને કારણે લગ્નમાં ટકરાવ વધે છે. જો મહિલા નોકરીયાત છે, તો તેના માટે આર્થિક રીતે એક અપમાનજનક સંબંધમાં ટકી રહેવું જરૂરી નથી હોતું, આ જ કારણોસર મહિલાઓ દ્વારા છૂટાછેડા માટે વધુ અરજી કરાઇ છે. મનોવૈજ્ઞાનિક ડૉ. ગિલ્ઝા ફોર્ટ માર્ટિનેઝ અનુસાર પુરુષોમાં ભાવનાત્મક સમજ ના હોવાથી પણ અનેકવાર મહિલાઓને એકલતાનો અનુભવ થાય છે. વધુ પ્રમાણમાં ભાવનાત્મક બુદ્વિ હોવાથી પણ મહિલાઓમાં આ સમજ વધુ હોય છે, જેને કારણે તે પતિથી અલગ રહેવાનો અથવા છૂટાછેડા આપવાનો નિર્ણય લઇ શકે છે. વિશેષજ્ઞો અનુસાર, જ્યાં 39% પુરુષોને છૂટાછેડા લીધા બાદ અફસોસ થાય છે. તો બીજી તરફ, 27% મહિલાઓને છૂટાછેડા બાદ પસ્તાવો થાય છે.

 

(6:16 pm IST)