Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ચીનના દક્ષિણ શહેર ગ્વાંગઝુમાં કોરોનામાં લોકોનું ધ્યાન રાખવા માટે ઘરની ઉપરથી ફેરવવામાં આવે છે ડ્રોન

નવી દિલ્હી: ચીનના દક્ષિણ શહેર ગ્વાંગ્ઝુમાં લોકોને ઘરમાં રાખવા અને બહાર જતી વખતે માસ્ક પહેરવાનું યાદ કરાવવા માટે 60 ડ્રોન ઉપલબ્ધ કરાવાયા છે.ચીના કોરોનાના સ્થાનિક સંક્રમણના કેસમાં ઘણી હદે અંકુશ મેળવી લીધો છે. પરંતુ ગ્વાંગ્ઝુમાં કોરોના વાયરસથી વધુ સંક્રામક સ્વરૂપના કેસ જોવા મળ્યા છે. આ સ્વરૂપ ભારતમાં જોવા મળ્યુ હતું. ગ્વાંગ્ઝુમાં છેલ્લા 24 કલાકમાં 6 નવા કેસ બહાર આવ્યા છે. જેનાથી સંક્રમણના નવા સ્વરૂપના કેસ વધીને 100 થઈ ગયા છે. પોલીસે કેમેરાથી સજજ ડ્રોન ઉડાડયા અને એ લોકોને સંદેશ આપ્યો જે બહાર જઈ રહ્યા હતા. શહેરમાં ડ્રોન સિવાય સ્વાસ્થ્યની જાણકારી લેવા, તાપમાન માપવા અને સંક્રમણની વધુ આશંકાવાળા વિસ્તારોની યાત્રા કરનારા લોકોને આઈસેલેટ કરવા જેવા પગલાંથી પણ દેખરેખ કરવામાં આવી રહી છે. ગ્વાંગ્ઝુએ અનેક શહેરોને પોતાનાથી અલગ કરી દીધા છે. શહેર અને આસપાસના લોકોને પ્રાંતની બહાર જવા પર પ્રતિબંધ છે અને ત્યાં સિનેમા અને અન્ય મનોરંજનના સ્થળો પણ બંધ કરી દેવાયા છે.

 

 

(6:40 pm IST)