Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ઈઝરાયલમાં એક ખોદકામ દરમ્યાન મળી આવ્યું 1 હજાર વર્ષ જૂનું મરઘીનું ઈંડુ

નવી દિલ્હી: ઇઝરાયલમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું ઈંડું મળી આવ્યું છે. વિશેષજ્ઞોનો દાવો છે કે, તે દુનિયાના સૌથી જૂના ઈંડાઓમાંથી એક છે. હેરાનીની વાત એ છે કે, આ ઈંડું સુરક્ષિત મળ્યું હતું, જે પછીથી સફાઇ દરમિયાન તૂટી ગયું. ઇઝરાયલ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે આ અવિશ્વસનીય શોધ બાબતે એક વિસ્તૃત પોસ્ટ ફેસબુક પર શેર કરી છે. ફેસબુક પર શેર કરવામાં આવેલી આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, એક ક્રેકિંગ શોધ. લગભગ 1000 વર્ષ જૂનું મરઘીનું ઈંડું યાવનેમાં પુરતત્વિક ખોદકામ દરમિયાન મળ્યું. આ ઈંડું 10મી સદીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મધ્ય ઇઝરાયલના યાવને શહેરી વિકાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં ખોદકામ દરમિયાન આ ઈંડું મળ્યું છે. ઇઝરાયલ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના વિશેષજ્ઞ ડૉક્ટર પેરી ગાલે જણાવ્યું કે, ઇઝરાયલ અને આખી દુનિયામાં ખૂબ જ દુર્લભ છે. ઈંડાનું કોચલું ખોદકામ દરમિયાન મળવું સામાન્ય રહ્યું છે, પરંતુ એક આખું સુરક્ષિત ઈંડું મળવું દુર્લભ છે. આ પહેલા ઇઝરાયલમાં પ્રાચીન ઈંડાના અવશેષ યરુશલેમની સિટી ઓફ ડેવિડમાં ઘણી વખતે મળી ચુક્યા છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જણાવવામાં આવ્યું કે, આ ઈંડું 10મી સદીના એક પુરાસ્થળ પરથી મળી આવ્યું છે.

(6:42 pm IST)