Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રામ રાખે તેને કોણ ચાખે: અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક શખ્સને વિશાળકાય વ્હેલ ગળી ગઈ:40 સેકેન્ડમાં ઉલ્ટી કરીને શખ્સને બહાર ફેંકી દીધો

નવી દિલ્હી: અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની, અહીં એક શખશને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી, જો કે લગભગ 40 સેકન્ડ સુધી આ શખશ વ્હેલનાં મુખમાં રહ્યો, પરંતુ બાદમાં માછલીએ તેને ઉલટી કરીને બહાર ફેંકી દીધો. 56 વર્ષીય માઇકલ પૈકર્ડ છેલ્લા 40 વર્ષથી લોબસ્ટર ડાઇવરનું કામ કરી રહ્યા છે, તે સમુદ્રમાં વિવિધ પ્રકારમાં જીવોને પકડે છે, અને તે માર્કેટમાં વેંચીને પેટીયું રડે છે, શુક્રવારે માઇકલ પૈકર્ડ સવારે Herring Cove Beach માં તે સમુદ્રની સપાટીથી 30 ફિટ નીચે પાણીમાં હતા, ત્યારે પૈકર્ડને લાગ્યું કે તેમની સામે બધુ અંધકારમય બની ગયું છે, અને તે વ્હેલનાં લાંબા શ્વાસ દ્વારા તેના મુખમાં જઇ રહ્યા છે, તેમનો જીવ પડીકે બંધાઇ ગયો, અને તે પોતાના પરિવાર અંગે ચિતિંત બન્યા. બાદમાં તેમને લાગ્યું કે તેમને વ્હેલનો દાંત વાગ્યો ન હતો, કે અન્ય કોઇ પણ પ્રકારની ઇજા થઇ ન હતી, અને તે સમયે તે વ્હેલનાં મુખની બહાર નિકળવાનાં પ્રયાસ કરવા લાગ્યા, વ્હેલ તેનું માંથુ હલાવવા લાગી, 40 સેકન્ડ બાદ વ્હેલે તેને બહાર ફેંકી દીધો. જ્યારે તે બહાર આવ્યો તો તેણે ફરી પ્રકાસ જોયો અને વ્હેલ પણ આજુ બાજુ જોઇ રહી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હાલ તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

(6:43 pm IST)