Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મહિલાઓનું મગજનું તાપમાન દિવસે પુરુષ કરતા અડધી ડિગ્રી સુધી વધુ રહે છે:એક રિસર્ચમાં થયો ખુલાસો

નવી દિલ્હી: મહિલાઓનું મગજ પુરુષોની તુલનામાં વધુ ગરમ હોય છે. ગુસ્સાની દૃષ્ટિએ નહીં, પરંતુ તાપમાનની રીતે. મહિલાઓના મગજનું તાપમાન પુરુષોની તુલનામાં અડધી ડિગ્રી સુધી વધુ હોય છે. ખાસ કરીને દિવસના સમયે મહિલાઓના મગજનું તાપમાન આશરે 40.9 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની એમઆરસી લેબોરેટરી ફોર મોલેક્યુલર બાયોલોજીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, શરીરના બાકીના હિસ્સાનું તાપમાન સામાન્ય રીતે 37 ડિગ્રી હોય છે, જ્યારે મગજનું સરેરાશ તાપમાન 38.5 ડિગ્રી હોય છે. જોકે, મગજની અંદરના હિસ્સાનું તાપમાન 40 ડિગ્રી સુધી ગરમ હોઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મેન્સ્ટ્રુુઅલ સાઈકલના કારણે મહિલાઓના મગજનું તાપમાન વધી જાય છે. આ સંશોધનમાં સામેલ ડૉ. જોન ઓ’નીલે કહે છે કે, આ સંશોધનમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, અનેકવાર માણસના મગજનું તાપમાન ખૂબ વધી જાય છે. જો શરીરનું તાપમાન એટલું વધે તો તાવ આવી જાય. આટલું વધુ તાપમાન એ લોકોમાં માપવામાં આવ્યું છે, જે ક્યારેક માથાની ઈજાનો ભોગ બન્યા હતા.

(5:45 pm IST)