Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

એવું તો શું બન્યું કે સેંકડો સાયકલ ચાલકો નિર્વસ્ત્ર થઈને રસ્તા પર ઉતરી આવ્યા

નવી દિલ્હી: કોઇ પણ સંગઠન, સમુદાય કે ગ્રુપને પોતાની માંગણી માટે પ્રદર્શનએ સૌથી મોટું હથિયાર છે. પ્રદર્શનનો હેતું જ પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચવાનો હોય છે પરંતુ મેકસિકોમાં સાયકલ ચાલકોએ રોડ શેફટીની જાગ્રૃતિ માટે કરેલું અભિયાન ચર્ચામાં આવ્યું છે. સાયકલચાલકોએ સુરક્ષા માટે નગ્ન થઇને સાયકલ સાથે માર્ચ કાઢી હતી. પ્રદર્શનકારીઓ નિવસ્ત્ર સ્થિતિમાં ડે લા રિફોર્મા એવન્યુ માર્ગ પર 17 કિમીનું અંતર કાપીને ઐતિહાસિક ક્રાંતિ સ્મારક ભેગા થયા હતા. 

સરકાર સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપે છે પરંતુ સાયકલચાલકોની શેફટી માટે કશું જ વિચારવામાં આવતું નથી એવો પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો. પગપાળા જનારા અને સાયકલ પર સફર કરનારા માટે પણ રોડ શેફટી હોવી જોઇએ એવી માંગ કરી હતી. નગ્ન અવસ્થામાં પ્રદર્શકારીઓ કારની સરખામણીમાં સાયકલ સાથે ઓરમાયું વર્તન થઇ રહયું હોવાનું માનતા હતા. મેકસિકોમાં વિરોધ પ્રદર્શન હંમેશા આક્રમક અને અલગ જ અંદાજમાં યોજાતા રહે છે પરંતુ નગ્ન હાલતમાં સેંકડો સાયકલિસ્ટો અચાનક જ રસ્તા પર આવી જતા રાહદારીઓ વિચિત્ર સ્થિતિમાં મુકાઇ ગયા હતા. 

(5:46 pm IST)