Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જોંફોબાસ મોરિયો નામનો આ જીવડો ચાવી જાય છે પ્લાસ્ટિક

નવી દિલ્હી: પ્લાસ્ટિક દાયકાઓ સુધી જમીનમાં સડતું ન હોવાથી પૃથ્વી પર વધતા જતા પ્રદૂષણથી ખૂબ મોટો ખતરો છે. દુનિયામાં દર વર્ષે 30 કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે તેમાંથી 10 ટકાનું પણ રિસાયકલિંગ થતું નથી. પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી મહાસાગર પ્લાસ્ટિક પ્રદૂષણથી કચરાપેટી બની રહયા છે. એક માહિતી મુજબ દુનિયાના મહાસાગરોમાં આવી જ રીતે પ્લાસ્ટિક ઠલવાતું રહેશે તો 2050 સુધીમાં પાણીમાં માછલીઓ કરતા પ્લાસ્ટિકની ટુકડાની સંખ્યા વધારે હશે. પ્લાસ્ટિકના સલામત નિકાલ માટે અનેક પ્રયોગો થઇ રહયા છે જેમાં પ્લાસ્ટિકની ખાઇ જતા કીડાએ આશા જગાડી છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ જોફોબાસ મોરિયા નામના કીડાની શોધ કરી છે. સામાન્ય રીતે આ સુપરવોર્મ તરીકે જાણીતો છે જે મૂળ રીતે પોલીસ્ટાઇનિન ખાઇને જીવતો રહે છે. સંશોધકોનું માનવું છે કે પ્લાસ્ટિકનો ખોરાક તરીકે ઉપયોગ કરતા કીટ લાર્વાની પ્રજાતિ પ્લાસ્ટિક રિસાયકલિંગની દિશામાં ખૂબ મહત્વની સાબીત થાય તેમ છે. રિસર્ચ ટીમ સાથે સંકળાયેલા ક્રિસ રિંકીના જણાવ્યા અનુસાર સુપરવોર્મ મિની રીસાઇકલિંગ પ્લાન્ટની જેમ હોય છે જે પોલીસ્ટાઇનિનને મો વડે કાપી નાખી છે અને આંતરડામાં રહેલા બેકટેરિયાને ખોરાક તરીકે મોકલે છે. 

(5:46 pm IST)