Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ડાયાબિટિશના દર્દીઓ માટે ડોક્ટરોએ ગ્લુકોમીટરમાં દર્દીને તપાસ કરવાની સલાહ આપી

નવી દિલ્હી: ડાયાબિટીશના દર્દીઓ માટે ડોક્ટર બ્લડ શુગર નિયમીત રીતે તપાસ કરવાની સલાહ આપે છે. બ્લડ શુગર દ્વારા ડાયાબિટીશની તપાસ કરવામાં આવે છે. પ્રક્રિયામાં ગ્લૂકોમીટરમાં દર્દીની આંગળી લગાવીને બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. દર્દમાંથી છૂટકારો અપાવવા માટે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે.વૈજ્ઞાનિકોએ બ્લડ શુગર ટેસ્ટ કરવા માટે એક અનોખી રીતે અપનાવી છે. જેમાં આંગળીમાં સોઈ ભોંકવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોએ એક એવી પટ્ટી બનાવી છે, જે સલાઈવા એટલે કે મોની લાર દ્વારા બ્લડ શુગર તપાસ કરશે. તેથી સ્વાભાવિક છે કે, સોઈના દુખાવામાંથી હવે છૂટકારો મળી જશે.ઓસ્ટ્રેલિયાની ન્યૂકૈસલ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પોલ દસ્તૂરનું કહેવુ છે કે, નવા રીતે કરવામાં આવતા ટેસ્ટમાં એંઝાઈમ એમ્બેડ થઈ જાય છે. એક ટ્રાંઝિસ્ટરમાં ગ્લૂકોઝની ઓળખાણ થઈ શકે છે. શરીરમાં ગ્લૂકોઝની માત્રા બતાવે છે. ટેસ્ટમાં કોઈ પણ પ્રકારની પીડા થતી નથી.પ્રોફેસર દસ્તૂરનું કહેવુ છે કે નવી ગ્લૂકોઝ ટેસ્ટીંગ દર્દ રહિત હોવાની સાથે સાથે ઓછા ખર્ચાવાળી છે. જેનાથી ડાયાબિટીશના દર્દીને સારામાં સારૂ રિઝલ્ટ આપશે. પ્રોફેસરના જણાવ્યા અનુસાર મોં મા લાળમાં ગ્લૂકોઝ હોય છે. તેને ગ્લુકોઝ કંસંટ્રેશન દ્વારા બનાવી હતી. જે ઓછા ખર્ચાવાળી હતી. જેની બનાવવું સરળ હોય અને સંવેદનશીલતા સ્ટેન્ડર્ડ ગ્લૂકોઝ બ્લડ ટેસ્ટથી લગભગ 100 ટકા વધારે હોય.

(5:27 pm IST)